નવા ફોજદારી કાયદાઓ અંગે લોકજાગૃતિ કાર્યક્રમ

નવા ફોજદારી કાયદાઓ અંગે લોકજાગૃતિ કાર્યક્રમ

તા. ૦૨/૦૭/૨૦૨૪ના રોજ મોરબી જીલ્લા અંતર્ગતના ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા નવા ફોજદારી કાયદાઓ અંગે લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં વિષય નિષ્ણાત તરીકે માનવ અધિકાર કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યક્ષશ્રી ડૉ. ભગીરથસિંહ એન. માંજરીયા દ્વારા નવા ફોજદારી કાયદાઓના મુખ્ય પ્રાવધાનો, તેમના વ્યવહારિક અમલીકરણ તેમજ ન્યાયિક પ્રક્રિયામાં થયેલા મહત્વપૂર્ણ ફેરફારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ડી.વાય.એસ.પી. શારદા દ્વારા પણ નવા કાયદાઓના અમલીકરણ અને કાયદા-વ્યવસ્થાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ડી.વાય.એસ.પી. એન.કે.પટેલ, પી.એસ.આઈ ધાધલ, ધારાશાસ્ત્રીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, જીઆરડી જવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નવા ફોજદારી કાયદાઓ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો, કાયદાકીય સુધારાઓની સમજ વિકસાવવાની તથા કાયદાના અસરકારક અમલીકરણ માટે સમાજ અને પોલીસ વચ્ચે જ્ઞાન આધારિત સહભાગિતા મજબૂત બનાવવાનો હતો.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

02-07-2024